________________
[૩ ] પવિત્ર માને છે તેઓને ભગવતી વિગેરે સૂત્રથી પણ સમજાશે કે મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી અન્ય લોકો માફક દેવાનંદા બ્રાહ્મણી માતા સમવસરણમાં જિનેશ્વરને વાંદવા આવેલ છે, ત્યાં પુત્ર પ્રેમ ઉગે, સ્તનમાં દુધ ભરાઈ આવ્યું અને ગણધર ઇંદ્રભૂતિ મહારાજને આશ્ચર્ય થવાથી પૂછ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે આ મારી મા છે, પણ પૂર્વ ભવમાં દેવાનંદાએ રત્ન ચર્યા તેવા કારણે અશુભ કર્મ બંધાતાં તેને ગભરાયે, આ વાત કહેવાને સાર એ છે કે જે બીજાને ચેરી કરે છે તેને કડવાં ફળ ભવિષ્યમાં ભેગવવાં પડે છે.)
પ્રભુને જ્યારે એક ગર્ભમાંથી બીજે મુકવાના હતા ત્યારે ત્રણ જ્ઞાનવાળા હોવાથી પિતે જાણે કે મને લઈ જશે તેમ લઈ જતાં ન જાણે કે લઈ જાય છે. અને ત્યાં લઈ ગયા પછી મુકે તે પણ જાણે કે મને મુક, (અવધિ જ્ઞાનીને આજ જણાય છે. કે આ પ્રમાણે અમુક દેવતા કરે છે, કરશે કે કર્યું.) વળી ગણધરે પોતાના શિષ્યોને કહે છે, હે આયુધ્યમનું શ્રમણ ! તે કાળ તે સમયને વિષે ૯ માસ ને સાડાસાત દિવસની અને ગર્ભ સ્થાનમાં ગર્ભ સ્થિતિ પુરી કરીને ગ્રીષ્મરૂતુમાં પહેલે માસ બીજું પખવાડીયું ચૈત્ર સુદ ૧૩ ના દિવસે નિરોગી ત્રિશલા માતાએ નિરોગી પુત્ર શ્રમણ ભગવાન મહાવીરને જન્મ આપ્યો.
પ્રભુના જન્મ સમયે મધરાત પછી ભુવનપતિ વાન વ્યંતર