Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
View full book text
________________
[૩૨] રતાં થકાં તથા પાણી વગરના બે ઉપવાસે જંઘાઓ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કેષ્ટિમાં રહેતાં થકા શુકલ ધ્યાનમાં વર્તતાં છેવટનું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાહત નિરાવરણ અનંત ઉત્કૃષ્ટ કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉપન્યું.
હવે ભગવાન અન, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદશી થઈ દેવ, મનુષ્ય તથા અસુરપ્રધાન (આખા) લેકના પર્યાય જાણવા લાગ્યા. એટલે કે તેની આગતિ–ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ખાધું પીધું, કરેલું કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, બોલેલું, કહેલું કે મનમાં રાખેલું એમ આખા લેકમાં સર્વ જીવોના સર્વ ભાવ જાણુતા દેખતા થકા વિચરવા લાગ્યા.
જે દિને ભગવાનને કેવલજ્ઞાન દર્શન ઉપન્યાં, તે દિને ભવન પત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આ કાશ દેવમય તથા ધેલું થઈ રહ્યું.
એ રીતે ઉપજેલાં જ્ઞાન દર્શનને ધરનાર ભગવાને પિ તાને તથા લેકને સંપૂર્ણ પણે જોઈને પહેલાં દેવને ધર્મ કહી સંભળાવ્યું, અને પછી મનુષ્યને.
પછી ઉપજેલા જ્ઞાન દર્શનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગતમાદિક શ્રમણ નિને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથિવીકાય વિગેરે છ જવનિકાય કહી જણવ્યા.

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371