________________
[૩૭] ત્યાં ભગવાન આવ્યા. આવીને ધીમે ધીમે ભૂમિથી એક હાથ ઉંચી શિબિકા સ્થાપી ધીમે ધીમે તેમાંથી ઉતર્યો, ઉતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી આભરણ-અલંકાર ઉતારવા લાગ્યા. ત્યારે વૈશ્રવણ દેવે દેહાસને રહી સફેદવસ્ત્રમાં ભગવાનના તે આભરણાલંકાર ગ્રહણ કર્યા. પછી ભગવાને જમણા હાથથી જમણા અને ડાબા હાથથી ડાબા કેશને પંચમુષ્ટિથી લેચ કર્યો. ત્યારે શકદેવે દેહાસને રહી ભગવાનના તે વાળ હીરાના થાળમાં ગ્રહણ કરીને ભગ- - વાનને જણાવીને ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા.
એ પ્રમાણે ભગવાને કેચ ર્યા પછી સિધ્ધને નમસ્કાર કરી “મારે કંઈપણ પાપનહિં કરવું” એમ ઠરાવ કરી સામાયિક ચારિત્ર સ્વીકાર્યું. એ વેળા દેવ તથા મનુષ્યની પર્ષદાઓ ચિત્રામણની માફક (ગડબડ રહિતપણે સ્તબ્ધ) બની રહી. - ઇનવર ચારિત્ર લેતાં, ઇંદ્ર વચનથી તતક્ષણે સઘળા,
દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સે પ્રાણભૂત હિત કર્તા,
હર્ષિત પુલકિત થઈને, સાવધ થઈ દેવતા સુણતા. ૨ ને એ રીતે ભગવાને લાયોપથમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી અહી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યકત મનવાળી સંજ્ઞ પંચૅટ્રિયેના મને ગત ભાવ જાણવા લાગ્યા.
પછી પ્રવ્રજિત થયેલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા તથા