________________
»
Sા
છે.
[૩૪૯.] નએ છે, તેમના પાશામાં સાધુ પિતે રાગદ્વેષથી ન ફસાય, અને પિતાના સંયમ અનુષ્ઠાનમાં રક્ત રહે તથા સ્ત્રીઓ સાથે પ્રસંગ ન રાખતાં પૂજન તજે, અર્થાત્ સત્કાર માન પાનને અભિલાષી ન થાય, તથા આલેક તથા પરલેકમાં સુખ છે એમ માનીને વિષય સુખ વગેરેને પણ અભિલાષી ન થાય, આ પ્રમાણે મનેઝ શબ્દ વિગેરેથી પણ લેભાય નહિ. તેજ પંડિત છે. એટલે પરિણામે કડવાં ફળ વિષય અભિલાષમાં છે એમ જાણનારે જ દીર્ઘદશી મુનિ છે. तहा विमुक्कस्स परिनचारिणो, धिईमओदुक्खखमस्स भिक्खुणो विसुज्झई जंसि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ।८।
ઉપર કહેલા બેધ પ્રમાણે મૂલ ઉત્તર ગુણ ધારીને પાળવાથી વિમુક્ત થયેલ તથા મળેલા જ્ઞાનથી જ્ઞપરિજ્ઞાવડે સહ્મસને વિવેક સમજીને ચાલનારે એટલે પ્રથમ જ્ઞાનથી વિચારીને પછી ક્રિયા કરે છે, તથા સંયમમાં પૈર્ય રાખે, અને શાતા વેદનીય ઉદયમાં આવતાં દુઃખ આવે તે સમતાથી સહે, ન ખેદ કરે, તેમજ તેની શાંતિ માટે વૈદ્ય ઓષધની પણ ઘણું ઝંખના ન કરે, આવા ભિક્ષુનાં પૂર્વે કરેલાં કર્મો જેમ રૂપાને મેલ અગ્નિથી દૂર થાય છે, તેમ તપશ્ચર્યા વિગેરેથી દૂર થાય છે.
સાપની ચામડીનું દૃષ્ટાંત ' से हु परिनासमयंमि वट्टई, निराससे उवरय मेहुणा चरे ।
भुयंगमे जुन्नतयं जहा चए, विमुच्चई से दुहसिज माहणे ॥९॥