________________
[ ૩૨૫]
વેકિય સમુઘાત કરી હજાર જણ ઉપાડી શકે એવી એક મહાન ચંદ્રપ્રભા નામે શિબિકા વિક્વી. એ શિબિકાનું વર્ણન આ પ્રમાણે છે–એ શિબિકા ઈહામૃગ, બળદ, ઘેડા, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રૂરૂ, સરભ, ચમરી ગાય, વાઘ, સિંહ, વનની લતાએ, તથા અનેક વિદ્યાધરયુગ્મના યંત્રોગે કરી યુક્ત હતી તથા હજારે તેજ રાશિઓથી ભરપૂર હતી, રમણીય અને ઝગઝગાયમાન હજારે ચિત્રામણોથી ભરપૂર અને દેદીપ્યમાન અને આંખથી સામે નહિ જોઈ શકાય તેવી હતી, અનેક મોતીઓથી વિરાજિત સુવર્ણ મય પ્રતરવાની હતી તથા ઝૂલતી મોતીની માળા, હાર, અદ્ધહાર, વિગેરે ભૂષણથી શોભતી હતી, અતિશય દેખવા લાયેક હતી, પદ્મલતા, અશોકલતા વિગેરે અનેક લતાઓથી ચિત્રિત હતી. શુભ તથા મનહર આકારવાળી હતી. અનેક પ્રકારની પંચવણ મણિઓવાળી ઘંટા તથા પતાકાવડે શોભીતા અગ્રભાગવાળી હતી તથા મનહર દેખવા લાયક અને સુંદર આકારવાળી હતી.
" (આર્યા છંદ.) જરમરણ યુક્ત જિનવર માટે, શિબિકા તિહાં ભળી આવી; જલથળજ દિવ્ય પુષ્પની, માળાઓ જૂલતી ઠાવી. ૭ શિબિકાના વચગાલે, થાપ્યું છે રત્નરૂપ ઝળહળતું. સિંહાસન બહુ કીમતી, પાદપીઠ સહિત જીનવરનું ૮ માળા મુકુટ વગેરા, ઉત્તમ ભૂષણ ધરી પ્રકાશી થઈ લાખ મૂળના ઉત્તમ, ક્ષેમિક વસ્ત્રો પહેરી કરી. ૯