________________
[૨૮] સંબંધીઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાલ નહિ કરતાં જે કંઈ દેવ, મનુષ્ય કે તિર્યંચો તરફથી ઉપસર્ગો થશે તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ અને આત્મામાં સમભાવ રાખીશ,
આ અભિગ્રહ લઈ શરીરની મમતાથી રહિત થયા થકા એક મુહર્ત એટલે દિવસ હતાં કુમાર ગામે આવી પહોંચ્યા. પછી ભગવાન ઉત્કૃષ્ટ આલય, ઉત્કૃષ્ટ વિહાર તેમજ તેવાજ સંયમ, નિયમ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષાંતિ, ત્યાગ, સંતેષ સમિતિ ગુપ્તિ, સ્થાન, કર્મ તથા રૂડા ફળવાળા નિવણુ અને મુક્તિના આત્મા પિતાને ભાવતા થકા વિચરવા લાગ્યા.
એમ વિચરતાં જે કાંઈ દેવ, મનુષ્ય તથા તિર્યંચે તરફથી ઉપસર્ગ થયા તે સર્વે ભગવાને સ્વચ્છ ભાવમાં રહી અણપીડાતાં અદીનમન ધરી અદીનવચન કાયાએ ગુપ્ત રહી સમ્યક્ રીતે સહ્યા-ખમ્યા તથા આત્માના સમભાવમાં રહ્યા.
આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ વ્યતિકા. હવે તેરમાં વર્ષની અંદર ઉનાળાના બીજે માસે બીજે પક્ષે વૈશાક શુદી ૧૦ના સુવ્રત નામના દિને વિજય મુહૂર્ત ઉત્તરાફાલ્ગનીના ચગે પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહોરે જંભિકગામની બાહેર રજુવાલિકા નદીના ઉત્તર કિનારે શ્યામક ગાથા પતિના કાષ્ટકર્મ સ્થળમાં વ્યાવૃત્ત નામના ચૈત્યના ઈશાનકેણમાં શાળવૃક્ષની પાસે અર્ધા ઉભા રહી ગેહાસને આતાપના ક