________________
[૩૪] ચોથી ભાવના એ કે નિર્ચ થે અધિક ખાનપાન ન વાપરવું તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું; કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય માટે અધિક આહાર કે વિશેષ થી દૂધવાળો આહાર નિગ્રંથ ન કરે એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે નિર્ગથે સ્ત્રી, પશુ, તથા નપું સકથી ઘેરાયેલ શય્યા તથા આસન ન સેવવાં; કેમકે કેવળી કહે છે કે તેવાં શા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય માટે નિર્ગથે સ્ત્રી, પશુ પંડકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં. એ પાંચમી ભાવના.
એ રીતે મહાવ્રત રૂડીરીતે કાયાએ કરી સ્પર્શિત તથા થાવત્ આરાધિત થાય છે એ શું મહાવ્રત.
પાંચમું મહાવ્રત–“સર્વ પરિગ્રહ તજું છું. એટલે કે થોડું કે ઘણું, નાનું કે મોટું, સચિત કે અચિત, હું પિતે લઉં નહિ બીજાને લેવરાવું નહિ, અને લેતાને અનુમત થાઉં નહીં ચાવત્ તેવા સ્વભાવને સરાવું છું.
તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પેલી ભાવનાએ કે કાનથી છે ભલા ભૂંડા શબ્દ સાંભળતાં તેમાં આસક્ત, રક્ત, વૃધ્ધ, મોહિત, તલ્લીને કે વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી શાંતિ તથા કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થવાય છે.