________________
[૧૦ ] શુદ છઠ્ઠને દિવસે મહાવિજય સિદ્ધાર્થ પુત્તર વર પુંડરિ કદિશા સેવસ્તિક વર્ધમાન નામના મહાવિમાનમાંથી દેવતા સંબંધી વીસ સાગરોપમનું આયુ પુરું કરીને ભવ તથા સ્થિતિને ક્ષય થતાં ચવીને આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણ અર્ધભારતમાં દક્ષિણ બ્રાહ્મણકુંડસ્થાનમાં કડાલગેત્રી રૂષભદત્ત બ્રાહ્મણના ઘરમાં જાલંધર ગાત્રની દેવાનંદ બ્રાહ્મણીની કુખમાં સિંહના બચ્ચાની માફક અવતર્યા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન સહિત હતા તેથી દેવલોકમાં જાણ્યું કે હું આવીશ. ગર્ભમાં અવતર્યા પછી જાણે કે હું ચવ્યો, પણ ચવવાને કાળ છેડે હોવાથી તેનું જ્ઞાન થતું નથી કે હું ચવું છું.
ત્યાર પછી મહાવીર પ્રભુને ખરી ભક્તિથી દેવતાએ પિતાના હંમેશના આચાર પ્રમાણે ૮૨ દિવસ થયા પછી આસો (ગુજરાતી ભાદ) વદી તેરસના તે બ્રાહ્મણીના કુખ માંથી ત્યાંથી થોડે દૂર આવેલા ક્ષત્રિયકુંડ નગરમાં જ્ઞાતવંશીય કાશ્યપ શેત્રના સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની ભાર્યા વાશિષ્ટ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં અશુભ પગલે દૂર કરીને શુભ પુણેલે મુકીને ભગવાનને આ ગર્ભમાં મુક્યા અને ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ દેવાનંદાની કુખમાં મુક્યો. (કલ્પસૂત્રમાં આનું વિશેષ વર્ણન છે અને તેનું ભાષાંતર ગુજરાતી તથા હિંદીમાં છે ત્યાંથી જેવું કે આ કાર્ય સધર્મ ઈ હરિણ ગમેષ દેવતા પાસે કરાવ્યું હતું આ વાત દેવ સંબંધી હોવાથી મનુષ્યોથી જાણી શકાતી નથી, પણ જેઓ જેનાગમને