________________
[૧૬] એ પગવડે ખૂંદેલા માર્ગે યતના તે યુગમાત્ર દષ્ટિ રાખવી તેજ આલંબન કાળમાર્ગ યતનાનાં પદવડે એકેક પદ વ્યભિચારથી જે ભંગ થાય તે પ્રમાણે ગણતાં ૧૬ ભાંગા થાય, તેમાં જે પરિશુદ્ધ હોય તેજ પ્રશસ્ત છે, અને હવે તે બતાવે છે. चउकारणपरिसुद्धं अहवावि (हु) होज कारणजाए। आलंबणजयणाए काले मग्गे य जइयव्वं ॥ ३०९ ॥
ચાર કારણેએ સાધુનું ગમન શુદ્ધ થાય છે, આલંબન વડે દિવસે માર્ગ વડે યતનાથી જાય છે, અથવા અકાલમાં પણ ગ્લાન વિગેરેના આલંબને યતનાથી જતાં શુદ્ધ ગમન હિય છે, અને આવે માગે સાધુએ યત્ન કરે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે ઉદ્દેશ અથધિકારને આશ્રયી કહે છે.
सव्वेवि ईरियविसोहिकारगा तहवि अत्थि उ विसेसो उद्देसे उद्देसे वुच्छामि जहक्कम किंचि ॥ ३१ ॥
સર્વે એટલે આ ત્રણે પણ જે કે ઈર્યા વિશુદ્ધિકારક છે, તે પણ ત્રણે ઉદ્દેશામાં કાંઈક વિશેષ છે, તે દરેકને યથાકમે કિંચિત્ કહીશું. હવે પ્રતિજ્ઞા પ્રમાણે કહે છે. पढमे उवागमण निग्गमो य अद्धाण नावजयणा य। बिइए आरूढ छलणं जंधासंतार पुच्छा य ॥ ३११ ॥
પહેલા ઉદ્દેશામાં વર્ષાકાળ વિગેરેમાં ઉપાગમન તે સ્થાન ન લેવું, તથા નિર્ગમ તે શરકાળ વિગેરેમાં વિહાર જે હેય, તે અત્રે કહેવાય છે, અને તેનાથી માર્ગમાં ચાલવું