________________
[ ર૦૫] भूओवघाइयं अभिकंख नो भासिजा ॥ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणिज्जा, जा य भासा सच्चा सुहमा जा य भासा असच्चामोसा तहप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासं भासिजा ॥ (सू० १३३) .
તે ભિક્ષુ આ પ્રમાણે શબ્દને જાણે, કે ભાષા દ્રવ્ય વર્ગણાઓને વાયેગ નિસરવાથી પૂર્વે જે આ ભાષા હતી, તે વાગવડે નિસરવાથી જ ભાષા કહેવાય છે, આ કહેવાથી તાલવું ઓઠ વિગેરેના વ્યાપારથી પૂર્વે જે શબ્દ નહતા, તે તે ઉત્પન્ન કરવાથી ખુલેખુલું (પ્રકટ) કૃતક (બનાવવા) પણું સૂચવ્યું છે. જેમાં માટીના પિંડમાં પ્રથમ ઘડો નહોતે, તે કુંભારે પ્રયજન આવતાં દંડચકવડે ઘડાને બનાવ્યું, તેમ તે ભાષા બોલાયા પછી નાશ પામતી હોવાથી શબ્દનું બોલાયા પછીના કાળમાં અભાષાપણું છે, જેમકે ઘડે ફૂટવાથી ઠીકરાં થયાં, ત્યારે તે કપાળ ( ઠીકરું-ડીબ) ની અવસ્થામાં ઘડે તે અઘડો થયો છે. આ વાવડે શબ્દને પૂર્વ અભાવ તથા પ્રવ્રુસ (નાશ થવાથી) અભાવ બતા
વ્યા છે, હવે ચારે ભાષાઓમાંથી ન બોલવા યોગ્ય ભાષાને કહે છે, તે ભિક્ષુ આ પ્રમાણે જાણે કે ૧ સત્ય ૨ મૃષા ૩ સત્યામૃષા : અસત્યામૃષા એમ ભાષા ચાર ભેદે છે. તેમાં મૃષા સત્યામૃષા તે બોલવા ગ્ય નથી, પણ સત્ય વચન પણ કકેશ વિગેરે દુર્ગણવાળું ન બોલવું, તે બતાવે છે.
(૧) અવધ (પાપ) સહિત વર્તે, તે “સાવદ્ય ભાષા”