________________
[૩૫] કે સાધુ બીજા સાધુ પાસે બે ઘડી વાપરવા માટે વસ્ત્ર માગે અને માગીને કારણ પ્રસંગે બીજે ગામ વિગેરે સ્થળે ગયે, ત્યાં એકથી પાંચ દિવસ સુધી રહ્યો અને ત્યાં એક હોવાથી સુવામાં તે વસ્ત્ર બગડી ગયું, પાછળથી તે વસ્ત્ર લાવીને જેનું હતું તેને તેવું વસ્ત્ર પાછું આપે, તે તેના પૂર્વના સ્વામીએ લેવું નહિ, લઈને બીજાને પણ આપવું નહિ, તેમ કોઈને ઉછીનું પણ આપવું નહિ, કે તું આ હમણાં લે અને થોડા દિવસ પછી બીજું મને પાછું આપજે. તથા તે વસ્ત્રને તે સમયે પણ બદલે ન કરે, તેમ બીજા સાધુ પાસે જઈને આવું બોલવું પણ નહિ-કે હે આયુમન્ ! શ્રમણ ! તું આવા વરત્રને પહેરવા કે વાપરવા ઈચ્છે છે કે ? પણ તે વસ્ત્ર જે કઈ બીજે સાધુ કારણ પ્રસંગે એકલો જવા ઈચ્છતો હોય તે તેને તે વસ્ત્ર આપવું, કદાચ તે વસ્ત્ર જીર્ણ થઈ ગયેલું હોય, તે તેના ઝીણા ઝીણા ટુકડા કરીને પરઠવી દેવું, પણ ફાટેલા અને તેને પૂર્વને સ્વામી પહેરે નહિ, પણ તે બગાડનાર સાધુનેજ પાછું આપી દેવું અથવા કઈ એકલે જતા હોય તે તેને આપી દેવું, આ પ્રમાણે ઘણું વસ્ત્ર આશ્રયી (બહુવચનમાં પણ) જાણી લેવું.
વળી તે સાધુને આવી રીતે વસ્ત્ર પાછું મળતું જોઈ બીજે સાધુ તેવી લાલચથી ઉપરનો વિષય સમજીને હું પણ બીજાનું વસ્ત્ર મુહૂર્ત માટે યાચીને પાંચ દિવસ સુધી બહાર જઈ વાપરી આવીને બગાડી આવું કે તે વસ્ત્ર પછી મારું જ થઈ જાય! આ કપટ છે, માટે સાધુએ તેવું ન કરવું.