________________
[૧૭] અથવા નાવના હથી આરથી કાઢી નાખો, પણ તે સાધુએ કરવું નહિ, પણ મિન ધારણ કરીને બેસવું. - તે નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે, કે હે સાધુઓ! તમે નાવમાં પડેલા કાંણને હાથ, પગ, બાહુ, જાંઘ, ઉરૂ, પેટ, માથા કે કાયાવડે અથવા વહાણમાં રહેલા ઉસિંચણવડે અથવા વસ્ત્ર, માટી, કમળપત્ર કે કુરૂવિંદ નામના ઘાસવડે. ઢાંકે, પણ તે સ્વીકારવું નહિ, મન બેસી રહેવું.
તે ભિક્ષાએ અથવા સાધ્વીએ નાવમાં છિદ્ર પડતાં પાણી ભરાતું દેખીને-ઉપર ઉપર નાવમાં પાણી ચડતું દેખીને બીજા માણસેને એમ કહેવું નહિ કે હે ગૃહસ્થ! આ વહાણમાં પાણી ભરાય છે, અને નાવ ડુબી જશે, આ પ્રમાણે મનથી અને વચનથી સંકલ્પ-વિકલ્પ ન કરતાં કે બરાડા ન પાડતાં શાંત રહેવું, શરીર ઉપકરણની ઉત્સુક્તા તથા બહારનું ધ્યાન છેડીને એકાંતમાં આત્માને સમાધિમાં રાખે, અને જે પ્રમાણે નાવ પાણીમાં ચાલે તેમ ચાલવા દેઈ કિનારે પહોંચવું, આ પ્રમાણે સદા યત્ન કરે, અર્થાત્ નાવના ઉપર ધ્યાન ન રાખતાં આત્મ સમાધિએ વર્તવું, આજ ભિક્ષુની સર્વ સામગ્રી છે. •
ત્રીજા અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે.