________________
[૧૮૮] अप्पुदए अप्पजणे अप्पजवसे ? एयप्पगाराणि पसिणाणि पुच्छिन्जा, एयप्प० पुट्ठो वा अपुट्ठो वा नो वागरिजा, एवं खलु० ज० सव्व→हिं० ( सू० १२६ ) ॥२-१-३-२
તે સાધુ સાધ્વીને માર્ગે ચાલતાં મુસાફરો મળે, તેઓ આ પ્રમાણે પૂછે કે હે સાધુઓ! તમારા વિહારમાં આવેલું ગામ કે રાજ્યધાની કેવી મેટી છે ! તથા અહીં કેટલા ઘડા હાથી ગામના ભીખારીઓ કે માણસો વસે છે, અથવા ઘણું રાંધેલું અન્ન પાણી કે અનાજ મળે છે? કે ઓછું ભજન પાણી કે અનાજ મળે છે ? એવા પ્રકારના પ્રશ્નો પૂછે, અથવા ન પણ પૂછે, તે પણ પોતે બોલવું નહિ, (ભાષાંતર વાળા આચારાંગસૂત્રમાં પાઠ વિશેષ છે. પતHT TrforfસTfજ ળો પુછે” આવા પ્રશ્નો મુનિએ પણ મુસાફરને પૂછવા નહિ.)
આજ સાધુનું સર્વ સાધુપણું છે.
बीजो उद्देशो.
બીજે ઉદ્દેશો કહીને હવે ત્રીજો કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયામાં ગમનવિધિ બતાવી, અહીં પણ તેજ કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.