________________
[૧૧૮] હોય તેને “તે પાળે, કારણ કે ગચ્છવાસિઓને ઉપર બતાવી તે સાતે યથાશક્તિ પાળવાની છે. ગચ્છથી નીકળેલાઓને પાછળની પાંચને અભિગ્રહ છે, તે વડે તેઓ પ્રયત્ન કરે, તે પ્રમાણે તે પાળીને વિચારતા હોય તે બધા જિનેશ્વરની આજ્ઞા ઉલંઘતા નથી, તે સંબંધમાં પૂર્વે બતાવેલી ગાથા કહે છે. जोऽवि दुषत्थ तिवत्थो, बहुवत्थ अचेलओवि संथरइ, न हु ते हीलंति परं, सव्वेविअ ते जिणाणाए ॥१॥
કેઈ બે કે ત્રણ કે વધારે કેઈ બીલકુલ વા ન પહેરે, તે પણ તે પરસ્પર નિંદા ન કરે, કારણ કે તે બધા જિનેશ્વરની આજ્ઞામાં છે. આજ તે સાધુનું સમગ્ર સાધુપણું છે. (આ છેવટના સૂત્રને પરમાર્થ એ છે કે સ્વ-પરને દુઃખ ન થાય, તેમ વિચારપૂર્વક ગોચરી વિગેરે લેવું વાપરવું, પણ તે પ્રમાણે નિર્વાહ ન થાય, તે બને તેટલું નિર્મળ ભાવથી પાળવા પ્રયત્ન કરે. પણ વધારે ઉત્કૃષ્ટ માર્ગ પાળનારે પણ પોતે અહંકાર કરીને બીજાની નિંદા ન કરવી, તેમ પિતાની શક્તિ વધતાં સામાન્ય પાળનારે પણ ઉત્કૃષ્ટ પાળવા પ્રયત્ન કરવો.)
શખ્યાએષણ નામનું બીજું અધ્યયન
બીજા કૃત સ્કંધનું પ્રથમ અધ્યયન કહીને હવે બીજું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા અધ્યયનમાં ધર્મ ના આધાર રૂપ શરીરની પ્રતિપાલન માટે પ્રથમજ પિંડ