________________
[ ૪૮ ] જન, અથવા ગેડીયાઓનું જન, આવું કઈપણ પ્રકારનું જમણ જાણીને ત્યાં કેઈ સગાં-વહાલાંથી તે નિમિત્તે કંઈપણ. લઈ જવાતું દેખીને ત્યાં ભિક્ષા માટે જવું નહિ, ત્યાં જવાથી થતા દોષને બતાવે છે, ત્યાં રસ્તામાં જતાં બહુ પતંગ વિગેરે પ્રાણીઓ હૈય છે, તથા બહુ બીજ, બહુ હરિત, બહું અવશ્યાય ઘણું પાણી બહુ ઉસિંગ પનક ભીંજવેલી માટી કરેળીયાનાં જાળા હોય છે, તથા ત્યાં જમણ જાણીને ઘણુ શ્રમણ બ્રાહ્મણ અતિથિ કૃપણ વણીમગ આવ્યા, આવશે અને આવે છે, તે ચ. રક વિગેરેથી વ્યાપ્ત હોય છે, તેથી બુદ્ધિમાન સાધુને ત્યાં જવું આવવું કપે નહિ, તેમ ત્યાં જનારને ગીતવાઈબ્રના સંભવથી ભવું ભણાવવું અર્થચિંતવન વિગેરે થઈ શકે નહિ, તેથી તે સાધુને આવતાં જતાં ઘણે કાળ લાગે, તેથી બહુ દેજવાળી સંબડિમાં જ્યાં માંસ વિગેરે મુખ્ય છે, તેવા પ્રથમના જમણમાં કે પાછળના જમણમાં તેને ઉદ્દેશીને સાધુએ જવું નહિ, હવે અપવાદ માર્ગ કહે છે.
તે ભિક્ષુ માર્ગમાં વિહાર કરતાં દુબળ થાય, મંદવાડ માંથી ઉઠ હોય, તપચરણથી દુર્બળ થયે હોય, અથવા બીજે કંઈ આહાર મળે તેવું સ્થાન ન હોય, અથવા ત્યાંજ દવાની ચીજ મળે તેમ હોય, તે તેવા જમણમાં કારણ પ્રસંગે જવું પડે તે જે રસ્તે સૂફમજી ઘાસ બીજ કે વચમાં કઈ ન પડ્યું હોય તે તે રસ્તે માંસ વિગેરેના દોષ દૂર કરવા - મર્થ હોય તો કારણે જાય, અને પિતાને ખપની ભઠ્ય વસ્તુ લઈ આવે. (જેમાં દશ વિકૃતિ વિગઈ છે. ઘી, દૂધ, દહીં,