________________
[ પ
!
વ્યા છે, તે આધારે અપવાદ સમજો, અથવા કોઈ સાધુ દુષ્ટબુદ્ધિથી, રસગૃદ્ધિથી પિતાનાં હિંસક સગાં જે પૂર્વનાં સંબંધી હેય તે ત્યાંથી લાવીને બારેબાર ખાય. (તે માટે આ સૂત્રમાં તેને નિષેધ કર્યો કે તેણે ત્યાં જવું નહિ,) તેમ અવિવેકથી વસ્તુઓ લાવીને ખાય, પીણું પીએ, પછી પાતરાં ત્રણવાર સાફ કરીને પછી ગેચરીના સમયે ડાહા (શાંત) મનવાળો બનીને હું નવા આવેલા પાણી સાથે ચરી જઈ આવીશ, આવું કપટ કઈ કરે તે. તે સાધુનું રસના લેલૂપપણાથી સાધુપટ્ટો નષ્ટ થાય છે, માટે બીજા સાધુએ તેમ ન કરવું. ત્યારે સાધુએ શું કરવું તે કહે છે.
આવેલા પણ સાથે ત્યાં રહેલા સાધુએ ગેચરીના વખતે જુદા જુદા કુલેમાંથી થોડી થોડી સામુદાયિક એષણીય (ઉદગમ દેષ રહિત) તથા વૈશ્વિક તે ફકત સાધુના વેષથી મેળવેલ ( ધાત્રી પિંડ વિગેરે ઉત્પાદન દોષ રહિત) ગોચરી મેળવીને લેવી આજ સાધુની સંપૂર્ણતા છે. (આ સૂત્રમાં માંસ-મદિરાવાળાં કુટુંબમાંથી કેઈએ દીક્ષા લીધી હોય, તે તેવાએ સગાને ઘેર ગેચરી જુદા ન જવું, તેજ શ્રેયસ્કર છે. કારણકે કુબુદ્ધિ કેવી ખરાબ છે, અને તેનું જૈન ધર્મમાં કેવું પ્રાયશ્ચિત છે તે નીચેનું બનેલું દષ્ટાંત વાંચવા જેવું છે. - કુમારપાળ રાજાએ જૈનધર્મ સ્વીકાયો પહેલાં માંસભક્ષશું કરેલું અને પાછળથી ત્યાગ કર્યું હતું, તેને એક સમયે ઘેબર ખાતા માંસને સ્વાદ આવ્યું, તેથી શ્રીમાન હેમચંદ્ર