________________
૧૯૫૩ માં શેઠ રતનશી મનજી સાથે સહબ ગીરનાર, ભથણી, તાર
ગાજ, આબુ વિગેરેની યાત્રા કરી બે માસના દિવસને સદુપયેગ
કરી રૂ. પ૦૦ ખર્ચા. ૧૯૫૪ માં સિદ્ધપુર-પાટણમાં પંન્યાસજી મેહનવિજયજીએ જ્યારે નિધાન
શ્રીને (કે જે પિતાના સગાં બેન થાય છે અને જેનું નામ સંસારપક્ષમાં નાથીબેન તરીકે પ્રસિદ્ધ હતું તેને) વડી દીક્ષા આપી ત્યારે શેઠજી
સહકુટુંબ ત્યાં પધારી શ્રીફલની પ્રભાવના કરી અને ચેથા વતની ટેકળીનાં મનુષ્ય ૨૫૦ નું સ્વામીવાત્સલ કરી રૂ. ૪૦૦ ખર્ચા. - આ પ્રસંગે સદરહુ શેઠજીએ મુનિશ્રી મેહનલાલજી પાસેથી ભાવ
આલવણ લઈ પોતાના જન્મનું સાર્થક કરવા લાગ્યા. ૧૯૫૬ માં પિતાના માતા કે જેમનું નામ પાંચ બેન છે તેમણે વિશસ્થા
નક વિગેરે વ્રતો કર્યા છે અને વષીતપ કરેલ તેમાં પીતળની કુંડી તથા સાકરનું લાણું કર્યું, તેમજ જામનગરની આસપાસના ગામડાઓના એશવાળાને પણ તે લાણું આપવામાં આવ્યું હતું. તેમાં રૂ. ૫૦૦ ખર્ચા.
ભાવનગરવાળા શેઠ બેચરદાસ ભગવાનદાસ કે જે ઘણું પ્રમાણિક તથા ધર્મનિષ્ઠ હતા તેમની સાથે સહકુટુંબ સમેતશિખરની યાત્રા કરવા ગયા તેમાં નીચે મુજબ વચ્ચે આવતી યાત્રા કરવા લાગ્યા
જેમકે અંતરિક પાર્શ્વનાથ, કાશી, અધ્યા, હસ્તિનાપુર, રાજગરિનગરી, કલકત્તા, મુક્ષુદાબાદ, ભેણું તથા પાલીતાણાની યાત્રા
કરી કે જેમાં લગભગ ચાર માસ થયા અને તેમાં રૂ. ૫૦૦ ખર્ચો. ૧૯૪૮ થી ૧૯૫૮ સુધી અષ્ટમીને તપ કર્યો અને તેનું ઉદ્યાપન દાદાવાડીમાં
મુનિ સુવ્રતના દેરાસર પાસે ચેકમાં મંડપ રોપીને કર્યું તે પ્રસંગે માતાપિતા તથા પત્નીના તરફથી અકેક છોડ મેલ્યા હતા અને સ્વામી
વત્સલ કર્યું તેમજ ત્રણ ગછ કર્યા તે સંબંધી રૂ. ૪૦૦૦ ખર્ચા. ૧૯૫૯ માં હરજીવન મુલજી વિગેરેની સાથે સહકુટુંબ રતલામ થઈ કેશરી
આજીની યાત્રા કરી. વળતી વખતે અજમેર, ઉજેણ, મક્ષીજી, આબુજી, મારવાડમાં પંચતીથી તથા રાણકપુરજી વિગેરેની દોઢ માસ સુધી યાત્રા કરી રૂ. ૫૦૦ પાંચસોનું ખર્ચ કરી મુંબઈમાં ગયા અને ૧૯૪૦ થી ૧૯૫૯ સુધી મુંબઇમાં નગરીઆના નામથી પ્રસિદ્ધ એવા શ્રી નેમીનાથના દેરાસરની દેખરેખ તથા ધર્માદાના ખરડામાં બહુ સારી મદદ કરતા.
આ સાલમાં જ્યારે સિદ્ધક્ષેત્રમાં યાત્રા નિમિત્તે ગયા ત્યારે ડું. ગરઉપર વાઘણપોળમાં કુમારપાળ રાજાના દેરાસરની જેડમાં જામનગરવાળા શેઠ રાયસીશાહ કૃત શાંતિનાથ મહારાજનું દેરાસર રૂ. ૨૩૦૦ થી સમરાવામાં આરસપહાણ ઢળાવ્યા તથા ચિત્રકામ કરાવ્યું અને તે દેરાસરમાં શિલાલેખ નાખવામાં આવ્યા છે.