________________
ઉપદેશમાળા
૧૩ છે? એક જ ભવને વિષે જીવ સ્ત્રીપણું તજી દઈને પુરુષત્વ પ્રાપ્ત કરે એવા પ્રકારની પ્રવૃત્તિ કઈ દિવસ થઈ નથી અને થશે પણ નહિ, તેમજ એવી વાત સાંભળવામાં પણ આવી નથી. તેમ આ જમાઈ પણ અસત્ય શા માટે બેલે? માટે એ પુરુષે કેઈ ધૂત દેખાય છે.” એ પ્રમાણે કહી રાજાએ કમલવતીની સર્વત્ર શેધ કરાવી પણ તેને પત્તો કઈ જગ્યાએ મળ્યો નહિ. ત્યારે રાજા અતિ શેકાતુર થઈ ગયે, અને રાણી પણ પુત્રીના મોહને લીધે રુદન કરતી સતી સેવકે પ્રત્યે કહેવા લાગી–કે “જે કેઈ મારી પુત્રીને લાવી આપશે તેની અભિલાષા હું પૂર્ણ કરીશ.” તેથી સેવકે પણ સર્વત્ર ભમ્યા, પરંતુ પત્તો ન લાગવાથી ખિન્ના થઈને પાછા આવ્યા.
પ્રાતઃકાલે પત્તો મેળવેલા કોઈ પુરુષે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે-“હે સ્વામિન્ ! મેં કમળવતીને લગ્નવેષમાં રણસિંહ કુમારના મુકામે ક્રીડા કરતી જોઈ છે.” તે સાંભળીને ક્રોધથી જેનાં નેત્રો લાલચેળ થઈ ગયાં છે એ કનકસેન રાજા ભીમપુત્ર સહિત મેટું લશ્કર લઈને ત્યાં આવ્યા, અને રણસિંહ કુમારની સાથે યુદ્ધ આરહ્યું. રણસિંહ પણ સિંહની માફક યુદ્ધ કરવા લાગ્યો. રણસિંહ કુમારે પિતે એકલો છતાં દેવની સહાયથી ભીમપુત્ર સહિત કનસેન રાજાને જીતી લઈને તેમને પકડી લીધા, તે વખતે કમળવતીની દાસી સુમંગળાએ આવીને સર્વ વૃત્તાંત જણાવ્યું. પછી કમળવતી પણ આવી અને પિતાને પ્રણામ કરી બે હાથ જોડી ઉભી રહી. કનકસેન રાજાએ ભીમપુત્રની સર્વ સ્વરૂપ સાંભળ્યું; તેથી તેના પર ક્રોધાયમાન થઈને તેને ઘણે તિરસ્કાર કર્યો. કમળવતીએ ભીમપુત્રને પણ છોડાવી મૂક્યો. કનકસેન રાજા રણસિંહ કુમારનું કુલ, ધૈર્ય વિગેરે જાણીને અતિ હર્ષિત થયે. પછી મેટા આડંબરથી કમલવતીને વિવાહ કર્યો. હસ્તમેળાપ સમયે ઘણું હાથી ઘોડા વિગેરે આપ્યા. રણસિંહ પણ ત્યાં ચિરકાલ સુધી રહ્યો. ત્યાર પછી કમલવતીને લઈને પોતાને દેશ પાછો ફર્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org