Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આ “નિલવો' શ્રીવીરપ્રભુના સમયથી માંડીને તેમના નિર્વાણ બાદ ૫૮૪ વર્ષ સુધીમાં થયેલા છે.
એટલે સિદ્ધાંતનો અપલાપ ન કરવો, એ પણ મનદ્વવા “અનિદ્વવન' છે.
વંશ-વ્યંજન-શુદ્ધિ, ભાષા-શુદ્ધિ.
પ્રાજ્ઞ પુરુષોએ ઉપદેશેલા સત્ય સિદ્ધાંતો આપણા સુધી ભાષાના વાહન મારફત પહોંચે છે. એ ભાષાનું બંધારણ “યંજનો' એટલે અક્ષરો, તેનાં બનેલાં પદો અને પદોનાં બનેલાં વાકયો પર આધાર રાખે છે. તેની એ રચનામાં જો કાંઈ પણ ફેરફાર થાય તો તેના મૂળ આશયને ક્ષતિ પહોંચે છે અને તેટલા અંશે જ્ઞાનોપાસક સત્ય જ્ઞાનથી વંચિત રહે છે. તેથી એ અક્ષરરચનાને બરાબર વફાદાર રહેવું-એ જ્ઞાનોપાસકનું કર્તવ્ય છે.
અક્ષર-રચનામાં નીચે જણાવેલી રીતે વિપર્યાસ થવા સંભવ છે :
(૧) કાનાનો વધારો-ઘટાડો :- કોઈ પણ પદમાં એક સ્થળે કાનો વધારી દેવાથી કે ઓછો કરવાથી અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે. જેમ કે “પત્ર” અને “પાત્ર'. “પવન' અને “પાવન', “પ્રમદઅને “પ્રમદા”. “પ્રમદ’ એટલે હર્ષ અને પ્રમદા એટલે સ્ત્રી. “પ્રસાદ'-“પ્રાસાદ”. પ્રસાદ એટલે પ્રસન્નતા, કૃપા અને ‘પ્રાસાદએટલે મંદિર કે મહેલ.
(૨) –ઈનો વધારો-ઘટાડો - કોઈ પણ પદમાં એક સ્થળે હ્રસ્વ કે દીર્ઘ ઈ વધારી દેવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે. જેમ કે-“નર” અને “નીર”. “નર' એટલે પુરુષ અને “નીર' એટલે પાણી. “જનવાણી” અને “જિન-વાણી'. જન-વાણી એટલે લોકોની ભાષા અને “જિન-વાણી' એટલે જિનેશ્વરની ભાષા. ‘કરણ” અને “કિરણ”. “કરણ” એટલે કરવું અથવા કરવાનું સાધન અને “કિરણ” એટલે રશ્મિ. “કલ' અને “કલિ”. “કલ એટલે મધુર, મનોહર અને “કલિ' એટલે કલહ અથવા કલિયુગ.
(૩) ઉ-ઊનો વધારો-ઘટાડો :- કોઈ પણ પદમાં એક સ્થળે ઉ કે ઊનો ઉમેરો કરવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં ભારે પરિવર્તન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org