Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મળે છે.
નાણમ્મિ દંસણમ્મિ સૂત્ર
૨૯
અનિવળ-ગુરુનો અને સર્વજ્ઞ-ભાષિત સિદ્ધાંતનો અપલાપ ન
કરવો તે.
જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય તે બહુ પ્રસિદ્ધ ન હોય કે જાતિ અથવા કુળથી ઉચ્ચ ન હોય તેટલા માટે તેમના નામનો અપલાપ કરીનેતેમનું નામ છુપાવીને કોઈ જાણીતા કે સમર્થ પુરુષનું ભળતું જ નામ લેવું, તે ‘નિહ્નવતા’ છે. તેમ કરવામાંથી બચવું-તેમ ન કરવું, તે ‘અનિહ્નવતા' છે. જ્ઞાનોપાસના અને જ્ઞાન-પરંપરા યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે આ આચાર અતિ અગત્યનો છે. જેઓએ તેથી વિરુદ્ધ વર્તન કર્યું છે, તેના જ્ઞાનથી ક્ષતિ થયાના-વિદ્યાઓ ન ફળ્યાના દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયેલા છે. લોકોમાં પણ એ માન્યતા પ્રસિદ્ધ છે કે એક પણ અક્ષરનું જ્ઞાન આપનાર ગુરુને ખોળવવો નહિ.
જ્ઞાનનો પ્રદેશ અતિગહન છે. તેનું પૂર્ણ સ્વરૂપ માત્ર બુદ્ધિથી પામી શકાય નહિ. જેઓ માત્ર બુદ્ધિની લીલા વડે શાસ્રનાં પરમ રહસ્યો પામવાને મથ્યા છે, તેઓ એમાં સફળ થયા નથી, અથવા તો અવળે માર્ગે ચઢી ગયા છે. એટલે જ જ્ઞાનોપાસનામાં સર્વજ્ઞ-પ્રણીત સૂત્રો કે સિદ્ધાંતોને દીવાદાંડી સમાન માની તેને જ બરાબર અનુસરવું એ હિતાવહ છે. એમ કરતાં કોરી બુદ્ધિને કદાચ સંતોષ ન થાય તો એવા પ્રસંગે એમ વિચારવું ઘટે કે ‘જે પુરુષો રાગ-દ્વેષથી રહિત હતા, જેમને આ જગતમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો અને જેઓ પૂર્ણ જ્ઞાની હતા, તેઓ સત્યથી વિરુદ્ધ કથન કેમ કરે ? એટલે મારી બુદ્ધિની ઊણપને લીધે જ મને સમજાતું નથી.’ તેમ વિચારવાને બદલે તેમણે પ્રરૂપેલા સત્ય સિદ્ધાંતોનો અપલાપ કરવો તે સાચા જ્ઞાનોપાસકને માટે જરાય શોભાસ્પદ નથી, અર્થાત્ ‘નિહ્નવન’ છે.
Jain Education International
જિનશાસનમાં જેમણે એકાદ સિદ્ધાંતનો પણ અપલાપ કર્યો છે, તેમને ‘નિહ્નવ’ નામથી ઓળખવામાં આવ્યા છે. સ્થાનાંગસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ આદિના ઉલ્લેખો પ્રમાણે તેમની સંખ્યા સાતની છે. તે આ રીતે : (૧) જમાલિ, (૨) તિષ્યગુપ્તાચાર્ય, (૩) આષાઢાચાર્ય (ના શિષ્યો), (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) ષડૂલુકાચાર્ય અને (૭) ગોષ્ઠામાહિલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org