Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમિ દંસણમિ સૂત્ર૭ ૨૭ શાસ્ત્રકારોએ ‘વિનય' અને “બહુમાનજીની ચતુર્ભાગી બતાવી છે. તે આ રીતે
(૧) કોઈમાં “વિનય હોય, પણ “બહુમાન ન હોય. (૨) કોઈમાં “બહુમાન” હોય, પણ “વિનય' ન હોય. (૩) કોઈમાં “વિનય' પણ હોય અને “બહુમાન પણ હોય. (૪) કોઈમાં “વિનય” કે “બહુમાન' એકેય ન હોય.
આ ભંગો પૈકી પહેલો અને બીજો ભંગ મધ્યમ છે, ત્રીજો ઉત્કૃષ્ટ છે અને ચોથો ત્યાગ કરવાને યોગ્ય છે. રોગાદિ કારણે ગુરુનો યોગ્ય વિનય થઈ શક્યો ન હોય તો તે દોષ ગણાતો નથી.
૩વહા-જ્ઞાનારાધન માટેનું તપોમય અનુષ્ઠાન.
ઉપધાન'નો સામાન્ય અર્થ આલંબન છે, પણ “જ્ઞાનાચાર'ના સંબંધમાં તે આલંબન તપોમય ખાસ અનુષ્ઠાનને માટે વપરાય છે. આત્માની શક્તિઓ પૂર્ણરૂપે પ્રકટ ન થવાનું કારણ કર્મનું બંધન છે. આ કર્મનું બંધન તપ વડે જ કપાય છે. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય પણ તપ વડે જ થાય છે. જ્ઞાનાચારના વર્ણનમાં તપનું વિધાન કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાનારાધનમાં બાધક એવા પ્રમાદ અને જાડ્યનો નાશ તપ વડે જ થઈ શકે છે. તેમાં ઉપવાસ અને આયંબિલ સાથે સૂત્રોના આરાધન નિમિત્તે ખાસ ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રી શાંત્યાચાર્ય ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા અ૧૧, ગા. ૧૪માં જણાવ્યું છે કે :
"उपधानम्-अङ्गानङ्गाध्ययनादौ यथायोगमाचाम्लादितपोविशेषः" ઉપધાન' એટલે “અંગ અને અંગ-બાહ્ય શ્રુતના અધ્યયનોની આદિમાં કરવામાં આવતું યોગોહન-પૂર્વકનું આયંબિલાદિ તપ-વિશેષ.” અહીં ‘બાવાજ્ઞાતિમાં આદિ’ શબ્દથી ઉપવાસ, રસત્યાગ, વૃત્તિ-સંક્ષેપ આદિ અભિપ્રેત છે.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રામાં ‘૩વદા' શબ્દ નીચેની ગાથાઓમાં વપરાયેલો છે :
“તવોવાણમાલાય, પડખે પડવMો ! પર્વ પિ વિદરો છે, છ૩ ન નિયટ્ટ | ક. ૨-૪રૂા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org