Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તે સ્વાધ્યાય-કાલ'. તેનો વિશિષ્ટ અધિકાર દશવૈકાલિકસૂત્ર, નિશીથસૂત્ર, વ્યવહારસૂત્ર વગેરેમાં છે.
લોક-વ્યવહારમાં પણ સ્વાધ્યાયને સંધ્યા-કાલે વજર્ય ગણેલો છે. કહ્યું છે કે :
"चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् । आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषतः ॥"
“સંધ્યા-સમયે ચાર કર્મોનો ત્યાગ કરવો જોઈએ : આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષ કરીને સ્વાધ્યાય.”
વિનય-ગુરુ-સેવા.
વિનય'ના અર્થો જુદી જુદી અનેક રીતે ઘટાવવામાં આવે છે. જેમ 3 “विनयति नाशयति सकल-क्लेशकारकमष्टप्रकारं कर्म, स विनयः' 'विनीयते વાડનેન Íતિ વિનય:' “માન્તરતાવિશેષ:' વગેરે. પરંતુ જ્ઞાનાચારના સંબંધમાં તેનો અર્થ ગુરુ-શુશ્રુષા કે ગુરુ-સેવા કરવા યોગ્ય છે, કારણ કે તે પણ આઠ પ્રકારનાં કર્મોના ક્ષયમાં અનન્ય કારણ છે. એ વિનયનાં મુખ્ય લક્ષણો “આજ્ઞા-પાલન, પ્રીતિ અને વિચક્ષણતા” છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ વિનયાધ્યયનમાં કહ્યું છે કે :
“HUTI-નિદેસરે ગુરૂમુવવIRL I
યા IR-સંપન્ન, તે વિણ ત્તિ વૃવ રા”
જે આજ્ઞાને પાળનાર હોય, ગુરુની નિકટ રહેનાર હોય અને ઇંગિત તથા આકારને જાણનાર હોય, તે “વિનીત' કહેવાય છે.”
જૈન શાસ્ત્રોમાં ગુરુવિનય સાત પ્રકારનો બતાવ્યો છે. તે નીચે
મુજબ છે :
“(૧) સત્કાર, (૨) સન્માન, (૩) વંદન, (૪) અભ્યસ્થાન (ગુરુ આવે ત્યારે ઊભા થવું.) (૫) અંજલિકરણ (ગુરુની સામે હાથ જોડીને ઊભા રહેવું.), (૬) આસન-પ્રદાન (ગુરુને બેસવા માટે આસન આપવું., (૭) આસનાનપ્રદાન (બીજથી લાવીને આસન મૂકવું-ગુરુને આસન આપ્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org