________________
શારદા બિર આરે ચાલે છે. ચોથા આરાને જન્મેલે પાંચમા આરામાં મોક્ષે જઈ શકે છે પણ પાંચમા આરાને જન્મેલે મોક્ષે જઈ શકતો નથી. ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબુસ્વામી બધા ચોથા આરાના જન્મેલા હતા ને પાંચમા આરામાં મોક્ષે ગયા છે. આપણે ગમે તેટલે પુરૂષાર્થ કરીએ પણ અહીંથી મોક્ષમાં ન જઈ શકીએ પણ એકાવતારી થઈને મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને મોક્ષમાં જઈ શકાય છે. મહાવિદેહક્ષેત્રમાં સદા તીર્થકરને ગ મળે છે. ત્યાં સદા ચોથા આરાને સમય વર્તાઈ રહ્યો છે. એટલે ત્યાંથી મેક્ષમાં જઈ શકાય છે. અહીં કોઈ સુખી માણસ હોય તે કહો છે ને કે આ ચોથા આરાને જીવ છે. પણ પછી ભલે ને સિગારેટ પીતે હોય અને દારૂના બાટલા પીતે હોય. ચોથા આરાને અને ધનને કોઈ નિસ્બત નથી. ધર્મ સાથે સંબંધ છે. માટે આ મનુષ્યભવમાં એવી આરાધના કરી છે કે એકાવનારી થઈને મેક્ષમાં જવાય. આ ચાતુર્માસના પવિત્ર દિવસોમાં દાન-શીયળ–તપને ભાવના ભા. રત્નત્રયીની આરાધના કરે. આ અવસર ફરીને નહિ મળે.
હવે જંબુસ્વામીને સુધર્માસ્વામી તે કાળ ને તે સમયની વાત કરી રહ્યા છે. આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫ અષાડ સુદ ૧૩ને શુક્રવાર
તા. ૯૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવંત ફરમાવી ગયા છે કે હે ભવ્ય છે ! આત્માને કર્મબંધનથી મુકત બનાવી શાશ્વત સુખને સ્વામી બનાવવા માટે ધર્મ કરવાની જરૂર છે. ધર્મ એ બહારની ચીજ નથી પણ ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે. પછી જે મનુષ્ય ધર્મ ન સમજે તે કસ્તુરીયા મૃગની માફક ભટક્યા કરે છે. કસ્તુરીયા મૃગની પૂંટીમાં કસ્તુરી હોય છે તેની શ્વાસ દ્વારા નાકમાં સુગંધ આવે છે. એ સુગંધને કસ્તુરીની સુગંધ તરીકે સાચી સમજે છે. સમજ્યા પછી કસ્તુરી ક્યાં છે તે શોધવા નીકળે છે. દશે દિશાઓમાં ઘૂમે છે ને પાછો હતો ત્યારે ત્યાં આવે છે. કારણ કે કસ્તુરીયા મૃગને પિતાની ડુંટીમાં કસ્તુરી રહેલી છે તેવું તેને પિતાને જ્ઞાન નહિ હોવાથી બિચારે બહાર સુગંધ લેવા દેડ્યા કરે છે. તેવી રીતે બંધુઓ ! વિચાર કરે. ધર્મ પિતાના આત્મામાં રહેલું છે. અને તે ધર્મ બહારની ક્રિયારૂપે નથી. જો કે બહારની ક્રિયા છોડી દેવાની નથી પણ તે દ્વારા આત્મધર્મ પ્રગટ કરવાનો છે.