________________
કરવા આલબનવાનું સાલંબન ધ્યાન કહેલું છે.
(બતાવેલું છે). તે ૨૧ | ૫. જો કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંબને કહેલાં
છે. તે પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંબન તરીકે જિનેશ્વર ભગવતેએ ગયું છે. જે ૨૨ છે ૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન,
જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવપદે એ સાલંબન ધ્યાન માટેનું પ્રધાન આલંબન છે.
“સિરિ સિરિવાલ કહા” નામના ગ્રંથમાં ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપદેશ આપે છે કે, દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરીને નિરંતર સધર્મ -કર્મમાં રક્ત રહેવું. પછી ચાર પ્રકારના ધર્મનું વર્ણન કરતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મમાં ભાવ ધર્મ મુખ્ય છે. ભાવ વગરનું કરેલું દાન, શીલ કે તપ નિષ્ફળ જાય છે અને ભાવવૃદ્ધિનું કારણ બને છે. માટે દાન, શીલ, તપ આદિ ધર્મના અનુષ્ઠાને ભાવપૂર્વક કરવાં જોઈએ ભાવ એ મનનો વિષય છે. આલંબન વગરનું મન અતિ દુજય છે. તે મનનું નિયમન કરવા માટે સાલંબન ધ્યાન બતાવ્યું છે.
મનના બે પ્રકારના દેષ છે. એક ચંચળતા અને બીજી મલિનતા. મન ચંચળ હોવા છતાં જે મનને અનુકૂળ કે ગમતું આલંબન મળે તે તે સ્થિર થઈ શકે છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org