________________
૩૬૯
પ્રકાશ દેખાય છે. પરંતુ આછાદન સમયે કે આચ્છાદન દૂર કર્યું તે સમયે દીપક તે એ જ પ્રકાશિત હતે. તેમ આત્માની “આત્મ તિ” નિરંતર પ્રકાશિત જ છે. તેવું ભાન સિમંધરસ્વામી ભગવાનની કૃપાથી થયું. હજી પણ પ્રભુની દેશનાના ભાવો ઉલ્લસિત થઈ રહ્યા છે. વિભાવ દશા અને સ્વભાવ દશાને ભેદ સમજમાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારને સમન્વય થયો.
“સમાધિ વિચાર” ગ્રંથમાં બારમા દેવલેકના દેવનું દષ્ટાંત આવે છે. બારમા દેવલોકને દેવ કૌતુકથી જગત ઉપર શું ચાલે છે તે જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો અને રંક મનુષ્યનું રૂપ ધારણ કર્યું. એક નગરમાં નાનકડું ઘર વસાવીને પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ પરિવાર સાથે રહે છે. જંગલમાંથી લાકડાં લાવી કઠિયારાનું જીવન જીવે છે. કેઈ વખત મજૂરી કરવા પણ જાય છે. કેઈક દિવસ ભીખ માંગવા પણ જાય છે. કેઈ વખત વેપાર કરવા પણ જાય છે. પરદેશી રાજાએ નગરને ઘેરો ઘાલ્યો. લોકે નગરમાંથી નાસવા લાગ્યા. આપણું આ બારમા દેવલોકના દેવ પણ નગરમાંથી નીકળીને જંગલમાં જાય છે. એક પુત્રને ખભા ઉપર લીધે, બીજાને હાથ ઉપર લીધે, સ્ત્રીના માથે સામાનનું એક પાટલું ઉપડાવ્યું, બીજું પિટલું પિતાને માથે ઉપાડીને જંગલમાંથી પસાર થઈ, એક નાનકડા ગામમાં આવી વસે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ધ્યા. પ્ર. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org