Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 447
________________ ૩૯૧ (૬) તમારા જીવનના ભૂતકાળને ભૂલી જાઓ. ગઈ કાલને યાદ કરી નિરાશ ન બને. આજથી નવું દિવ્ય જીવન શરૂ કરો. (૭) ખુલ્લા મનથી, હૃદયના ભાવપૂર્વક, નમ્રભાવે, પ્રેમપૂર્વક, દઢ શ્રદ્ધા સાથે, શાંત ચિત્ત, આનંદમય રીતે, તીવ્ર ભાવે ધ્યાન કરે. (૮) સંક૯પ શક્તિ, સર્જનાત્મક દર્શન, પરમાત્મા ઉપરની દઢ શ્રદ્ધા અને ધ્યાનની તીવ્રતા તમારા માટે કેટલું આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે તેને પ્રત્યક્ષ અનુભવ કરો. (૯) પરમાત્મા તરફથી મળેલી સહાય માટે અંતઃકરણ પૂર્વક પરમાત્માને નમસ્કાર કરે. પરમાત્મા ઉપર શ્રદ્ધા કેન્દ્રિત કરે. પ્રભુ-ભક્તિથી સભર જીવન જીવે. (૧૦) તમે સુંદર કલાકાર (artist) છે, તમારું જીવન તે જ તમારી કળા (art) છે. પ્રત્યેક પળે નવસર્જન કરે. ધ્યાન પ્રયોગની નિયમિત સાધના કરે. પરમાત્માની પ્રાપ્તિ થશે. સત્ય સંક૯૫પૂર્વકની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડશે. તમારું જીવન અનેકને હિતકારક બનશે. જૈન શાસનની દિવ્ય પ્રભાવના કરી શકશો. (૧૧) દઢ વિશ્વાસ રાખીને શ્રીપાલ અને મયણની જેમ જીવનની રંગભૂમિ ઉપર આવતા પ્રત્યેક પ્રસંગનું જિનશાસનની દષ્ટિએ મૂલ્યાંકન કરે. જિન આજ્ઞા મુજબ સત્યના માર્ગે ચાલે. જવલંત સફળતા (radiant success) તમારા હાથમાં જ છે. સાધના નિયમિત ચાલુ રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450