________________
૩૮૬
મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તયારી છે, સઘાતી કને જેમણે વિનાશ કર્યો છે, દેશના દેતી વખતે (દેવોએ કરેલા ત્રણ પ્રતિબિંબેથી) ચાર મુખ સહિત છે. ત્રણ ભુવનના સર્વ જીવોને અભયદાન આપી રહ્યા છે, (કેઈ જીવોને નહિ મારવા તેવી દેશના આપનારા) ચંદ્ર મંડલ સદશ ઉજવળ ત્રણ છત્રો જેમના મસ્તક પર શેભી રહ્યાં છે, સૂર્યમંડલની પ્રભાને વિડંબન કરતું ભામંડળ જેમની પછાડી ઝળઝળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજીંત્રના શબ્દો થઈ રહ્યા છે, ગીત ગાનની સંપદાનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે, શબ્દ કરતા ભ્રમરોના ઝંકારથી અશોક વૃક્ષ વાચાલિત થયો હોય તેમ શેભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થકર મહારાજ બીરાજેલા છે, બે બાજુ ચામરે વીંઝાઈ રહ્યાં છે, નમસ્કાર કરતા દેવ અને દાનવોના મુકુટના રત્નથી પગના નખેની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે. દિગ્ય પુષ્પના સમૂહેથી પર્ષદાની ભૂમિકા સંકીર્ણ થઈ ગઈ છે, ઉ ચીડેકે કરીને મૃગાદિ પશુઓના સમહા જેની મનહર દવનિનું પાન કરી રહ્યા, સિંહ તથા હાથી પ્રમુખ વિર સ્વભાવવાળાં પ્રાણિએ પિતાનું વૈર શાંત કરી નજીકની બાજુમાં બેઠેલાં છે, સર્વ અતિશયોથી પરિપૂર્ણ, કેવળ જ્ઞાનથી શોભતા અને સમવસરણમાં રહેલા, તે પરમેષ્ટિ અરિહંતના રુપનું આવી રીતે આલંબન લઈ જે ધ્યાન કરવું. તેને રુપસ્થ ધ્યાન કહે છે. ૧-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org