________________
૩૬૫
પરમાત્મા સિમંધરસ્વામીની છેલ્લી દેશના ઃ—
જ
“ હે ચૈતન્ય આત્મા ! તારી ઉત્તમ ભાવના પરિપૂર્ણ થશે ! હજી તારે થોડાં કમાઁ ભોગવવાનાં ખાકી છે. ત્યાં સુધી આરાધનામાં લીન રહેજે.
“ હું જીવાત્મા ! જીવના બે સ્વરૂપ છે. એક વિભાવ સ્વરૂપ, બીજી સ્વભાવ સ્વરૂપ. કર્મના કારણે ઉપસ્થિત થયેલુ· સ્વરૂપ તે વિભાવ રૂપ છે. કથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તે આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. હવે તું અહી થી જઈ રહ્યો છે, તેા તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાનંદને કદ, અનત શક્તિના સ્વામી, અનગલ આનંદના દિવ્ય ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીના માલિક આત્મા છે તે નિશ્ચય સ્વરૂપને હૃદયમાં ભાવિત રાખજે. અને શુદ્ધ વ્યવહારનું પાલન કરજે. સજીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશે. જિન આજ્ઞાના પાલનમાં તત્પર રહેજે. તારા ગુણ સ્થાનકને થાયેાગ્ય ઉચિત કન્યપાલનમાં તત્પર રહેજે અને તારા યથાયેાગ્ય ધર્માનુષ્ઠાનમાં રક્ત રહેજે. જીવ માત્ર સાથે આત્મ સમાન વ્યવહાર રાખજે અને સાથે સાથે તું શુદ્ધ આત્મા છે તે ભાવને હૃદયમાં ધારણ કરી, જિન આજ્ઞાનું પાલન કરજે.''........
આ ભાવને હૃદયમાં ભાવિત કરતા આપણે હવે પરમાત્માની પ્રદક્ષિણા કરી, સમવસરણમાંથી નીચે ઉતરીએ
છીએ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org