________________
૩૩૩
હનુમાનને સીતાની ખબર લેવા મોકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજા સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા; પરંતુ સીતાના પ્રાણ તે રામના દયાનમાં બેવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણ જડવા નહિ અને યમરાજા પાછા ચાલ્યા ગયા છે.
ફરીથી હનુમાન કહે છે : “રામવિષયક ધ્યાન રૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે, કે સીતાના પ્રાણ શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે; પરંતુ રામના ધ્યાન રૂપી દ્વારા સીતામાં બંધ થઈ ગયેલ હેવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણ છૂટે તેવી પરિસ્થિતિ છે. રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિગ સમયે અંતરંગમાં સ્મરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે.
પરમાત્માના વિગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ – પરમાત્માની તદ્દન નિકટતાને અનુભવ કરાવે છે. પરમાત્મમિલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે તેને પરમાત્મા અવશ્ય મળે છે.
આપણને અત્યારે ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વર સાક્ષાત્ રૂપે નથી મળી શકતા. સાક્ષાત ભાવ જિનેશ્વર સિમંધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org