________________
૩૪૮
ભાવુકતા ઉત્પન્ન થાય છે. પ્રભુ મને જ કહી રહ્યા છે તેવું દરેકને લાગે છે.
પરમાત્માની દેશના :હે ભવ્યાત્મા ! અનંતકાળ પરિભ્રમણ કર્યા પછી, પ્રાપ્ત થયેલ મનુષ્યભવ આદિ સામગ્રીને સફળ કરવા માટે તપર બન.
આ દેહ તારૂં સ્વરૂપ નથી. તારૂં જે નામ છે તે તું નથી. દેહને લગતા પદાર્થો તારા નથી. સર્વ સંયોગ સંબંધે મળ્યા છે. પરમાથે તેમાં તારું કાંઈ નથી. કર્મ પુદગલનું આ બધું સર્જન છે.
તું તે અનંત શક્તિને સ્વામી આત્મા છે. કેવળજ્ઞાન આદિ અનંત ગુણસંપત્તિને તું નિધાન છે. અવ્યાબાધ સુખને તું ભંડાર છે. તે આત્મા–અસંખ્ય પ્રદેશ, પરમાનંદ મહાસાગર, સચિદાનંદ સ્વરૂપ, નિષ્કલંક, નિરામય, શુદ્ધ, ચિદાનંદઘન સ્વરૂપ છે. (અત્યંત ભાવવિભેર બની પ્રભુની વાણી આપણે સાંભળી રહ્યા છીએ.
...................) પુદગલનું લક્ષણ સડણ પણ વિવંસન છે. તે અવિનાશી ચૈિતન્ય લક્ષણ આત્મા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલના ગુણે છે. તારા ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય *મિથ્યાત્વ મોહનીયને કાઢયા સિવાય કશું પાછું જાય ? પ્રભુ મિથ્યાવિને ધ્વંસ કરવા માટેની, સમ્યગદર્શનની પ્રાપ્તિ માટેની દેશને શરૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org