________________
૩૫૮
છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના ભાવાને સ્પર્શ, અપ્રમત્ત અવસ્થાના પરમાનંદને સાધક અનુભવે છે. વૃત્તિઓને અને મનને અનાસક્ત ભાવ દ્વારા જગતના દશ્યમાન પદાર્થોના આકારે પરિણમતી અટકાવીને પરમાત્મા અને આત્મા આકારે ઉપગને પરિણુમાવવા સદા જાગૃત છે. આત્મા આકારે. પરિણમેલે ઉપગ તે જ તેનું લક્ષ્ય છે. અને આમ ઉપગમાં રહીને પરમાનંદ અનુભવે છે. “ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતું રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ વને નવિ ભમતો રે.”
જગદાકારે, પુદ્દગલાકારે વૃત્તિને પરિણમાવવી તેને મેહનું વન સમજી તેનાથી દૂર રહે છે. અને આત્મસ્વભાવ રમણતામાં પ્રયત્નશીલ રહેવું તે જ ચારિત્ર છે તેવા ભાવમાં સાધક અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ કરે છે. (સ્વરૂપ રમણતાને ધ્યાન દ્વારા અનુભવ કરવો.)................
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org