________________
૩પ૭
(વિશેષ વિગત માટે આ પુસ્તકમાં જ નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા જુઓ પ્રયાગ નં. ૧૦ પાનું ૮૨.)
ઉપર મુજબ ૧૨ નવકાર ત્રણ પ્રદક્ષિણમાં ગણવા.
પ્રભુએ વાસક્ષેપ કર્યો. આશીર્વાદ આપ્યા. અને અનુગ્રહ કર્યો...
ચારિત્ર પદ અર્પણ કર્યું........ આનંદવિભોર બની આપણું હૈયું નાચી ઊઠયું................ વિશુધ્ધ ચારિત્રના ભાવે પરિણામ પામ્યા છે. સવ જીવ સાથે આત્મસમાન -ભાવપૂર્વક આત્મસમાન વર્તન છે. તિર્યમ્ સામાન્યના ભાવપૂર્વક સમગ્ર વિશ્વના અનંત જીવો સાથે ભાવાત્મક તાદામ્ય છે. દશવિધયતિધર્મ, અહિંસાદિક તેનું નિરતિચાર પાલન, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તન આદિ સમાચારીના પાલનમાં સાધક આત્મા સ્થિર બન્યા છે.....
નિરંતર પરમાત્માના સ્વરૂપમાં (૧) આદર, (૨) બહુમાન, (૩) રૂચિ (૪) વીય ફૂરણા, (૫) રમણતા, (૬) તન્મયતા, (૭) તદ્રુપતા, (૮) એકત્વતાના સતત અભ્યાસ દ્વારા અપ્રમત્ત ભાવને સ્પર્શવા સાધક પ્રયત્નશીલ છે. પરમાત્મ સ્વરૂપના અભેદ ધ્યાન દ્વારા પ્રત્યેક અંતર્મુહૂર્ત અપ્રમત્ત ગુણ સ્થાનકને સ્પર્શ કરી સાધક આત્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ છે. (આ આઠ સ્ટેજની સાધના પ્રયોગ માટે જુઓ જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. પ્રયોગ નં. ૧૮ પાનું ૧૫૪. અહીં આ પ્રમાણે પ્રયોગ કરી, ધ્યાનમાં સ્થિર બની ટકી રહેવું.)
નથી
.••••••••••••••••
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org