________________
૩૩૫
એટલે ખાકીનું કાય એની મેળે થયે જ જવાનું. તેથી માનસિક રચેલા ચિત્રને સ્થૂલ રૂપમાં કેવી રીતે પ્રત્યક્ષ કરવુ' તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ર સ્પષ્ટ રચાતાં અને ભાવ જિનેશ્વરનું સાંનિધ્ય નિત્ય સાધનામાં અનુભવમાં આવતાં, સ્થૂલરૂપમાં આપણે કેવી રીતે ભાવ જિનેશ્વર ભગવત પાસે પહોંચીશ. તે કાર્ય ધર્મ મહાસત્તાને સોંપી દો. સાધનામાં રચેલા ચિત્રનુ સ્થૂલરૂપ પ્રગટ કરવાનુ કાર્ય ધર્મ સત્તા પોતે જ કરશે. તે માટે જે સાધના, પુણ્ય પ્રકૃતિ, સાધના વગેરેની જરૂર હશે તે બધુ જ ખેચાઈને આપણી પાસે આવવાનું જ છે. વિચાર જેટલેા સ્પષ્ટ અને શુદ્દે હશે અને જેટલા વધુ અંદર ઘૂંટાશે, તેમ સ્થૂલ સ્વરૂપ પ્રગટ કર્યા સિવાય રહેતેા નથી. આવા સેંકડો દૃષ્ટાંતા શાસ્ત્રમાં નોંધાયેલાં છે અને પ્રત્યક્ષ વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ. ( આ પુસ્તકમાં Ideal Reality-મનામય ભૂમિકા ઉપરનું સત્ય તે લેખ ફરીથી વાંચી લેવા. ) તે મુજબ આપણે મહાવિદેહની ધ્યાનયાત્રા ( ભાવયાત્રા) કરીએ છીએ, અને તે દ્વારા આપણી ચેતનાને બદલીએ છીએ. જગતના પદાર્થો મેળવવાના સેગવવાના કે ક્રોડપતિ બનવાના, ઉદ્યોગપતિ મનવાના, સ'કા કરી આપણે ઘણું સ ́સાર પરિભ્રમણ કર્યું. છે. હવે સાક્ષાત ભાવ જિનેશ્વરના દર્શન કરવાના, તેમની દેશના સાંભળવાના, તેમની પાસે ચારિત્ર લેવાના, આપણામાં દ્રવ્યરૂપે રહેલા અત્ પર્યાયને પ્રગટ કરવાના સંકલ્પ આપણે કરીએ છીએ. વમાન જીવનના નામ અને રૂપથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org