________________
૩૪૫
પરમાત્માએ શરણું આપ્યું. આવે સમયે આપણું ત્યાં ઉપસ્થિતિ આપણા જીવનની સુવર્ણમય ધન્ય પળ બની ગઈ. ભગવાનનું દર્શન કરી આપણે રોમાંચ અને આનંદ અનુભવીએ છીએ................................(આ અનુભવ કરે.)
તે કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડળ શોભી રહ્યું છે. અનેકવિધ મણિ માણેક રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શેભી રહ્યાં છે. આકાશમાં દેવદુદુભિને ગંભીર નાદ ગાજી રહ્યો છે. ૧૨ા કોડ દેવડુંદુભિ તાડન કર્યા વગર વાગી રહી છે. જાનુ પ્રમાણુ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. દેવેની જેડીઓ ચામ વિંઝી રહી છે.
ચોસઠ ઈન્દ્રો પિતાની સર્વશક્તિથી જે પરમાત્માના ડાબા ચરણનો એક અંગૂઠે પણ બનાવી શકતા નથી. પરંતુ પરમાત્માના જેવા જ અદ્દભુત બીજા ત્રણ રૂપ ત્રણ દિશામાં એક જ વ્યંતર દેવે વિરચિત કર્યા. તે ભગવાનની હાજરીને અતિશય છે. પ્રત્યેક પ્રાતિહાર્યમાં આપણને પરમાનું દર્શન થાય છે.......................(આવું દશ્ય જેવું.)
પ્રાતિહાર્યોથી યુક્ત, ૩૪ અતિશયોથી અલંકૃત પરમાત્મા કેવા શેભે છે ! જિનજી! તારા વૃક્ષ અશેકથી શેક હરે ગયે રે લોલ... જિનાજી! ભામંડલ શિર પૂછે કે સૂર્ય પરે તપે રે લોલ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org