________________
૩૨૩
વિસ્તૃત થતાં ભાવ કર્મ (રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન) બળે છે, પ્રચંડ અગ્નિજવાળામાં આપણું શરીર બળે છે. ધ્યાના વસ્થામાં દહન થતું અનુભવવું.
(E) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે.
(F) ઘટાટોપ વાદળમાંથી અમૃતને વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વછ-નિર્મળ બનીએ છીએ.
(G) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના -આત્મધ્યાન કરવું. અને આત્મસ્વરૂપને અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું.
(H) છેલ્લે પ્રાર્થના કરવી. “પ્રભુ છો ત્રિભુવનનાથ..”
મનુષ્યની સૌથી પ્રબળ ઈચ્છા સુખ, શાની ને આનંદ પ્રાપ્ત કરવાની છે.
આનંદ આત્મા છે. પ્રગટ પરાકાષ્ટાએ પહોંચેલે આનંદ પરમાત્મા છે.
સાચું સુખ અને આનંદ આત્મામાં અને પરમાત્માના મિલનમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org