________________
૨૦૫
આવા નિર્મળ સ્વરૂપ રમણતા રૂપ શુદ્ધ ચારિત્રના. મૂળમાં સમ્યગુદશન છે. અને સમ્યગદર્શનની નિમળતા અરિહંતાદિ પરમેષ્ઠિઓના ધ્યાન, ઉપાસના અને આજ્ઞાપાલન દ્વારા થાય છે.
પરમાનંદની પરાકાષ્ટાએ પહોંચેલા પરમાત્માનું સ્મરણ, દર્શન, પૂજન, વંદન, સ્તવન અને ધ્યાન સાધકને પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.
શરૂઆતમાં તે આપણે જીવ બાહ્ય વસ્તુઓમાં સુખ અને આનંદ માટે દેડતા હોય છે અને રાત-દિવસ તે માટે જ પ્રયત્નશીલ હોય છે. પરંતુ જીવનમાં જ્યારે સદ્દગુરૂની કૃપા દ્વારા પરમાત્મસ્વરૂપને પિછાને છે અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ પિતાનું સ્વરૂપ છે –એવું જાણે છે, ત્યારે તેના જીવનમાં સાચે રાહ ઊઘડે છે.
“પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધમ્ય સ્વસંપત્તિ ઓળખે.”
પરમાત્મા સાથે આત્મદ્રવ્યનું સાધર્મિકપણું ખ્યાલમાં લાવીને, પોતાની અંદર અનંત સુખ અને આનંદનું નિધાન રહ્યું છે તેવી ઓળખાણ સાધકને થાય છે.
ઓળખતાં બહુ માન સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.”
આજ સુધી આદર-બહુમાન મુદ્દગલનું છે, રુચિ પર પુદ્ગલની છે, વીર્ય પરઅનુયાયી છે, રમણતા પરવસ્તુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org