________________
૨૨૫
:
આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સપ્રયાજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.
આ સમરસાપત્તિ ચેાગીએની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સજ્ઞના સ્વરૂપમાં ઉપયાગવાળા અને છે, ત્યારે તેના અન્યત્ર ઉપયાગ ન હેાવાથી તે સ્વય' સજ્ઞ જેવા થાય છે. એવા નિયમ છે કે જે જે વસ્તુના ઉપયેાગમાં આત્મા જે વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. ( નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૯૩) આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયાગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણુ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હાય તે તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા ? અર્થાત્ સૌથી વધુ કમાણીના આ વ્યાપાર છે. તેને છેાડીને બીજો વ્યાપાર કરવા તે કલ્પવૃક્ષને છેડીને ખાવળિયાને પકડવા જેવુ છે.
આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મ-પદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારૂ* છે. Meditation on Most High છે.
જ્યા. પ્ર. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org