________________
૨૫૧ -અન્નેનો મેળાપ થાય છે ત્યારે પરમાત્માની અચિંત્ય શક્તિના અનુગ્રહના પ્રભાવે વામન સ્વરૂપ આપણે વિરાટ સ્વરૂપનો અનુભવ કરી શકીએ છીએ; આવું ધ્યાન કરવું. તે ધ્યાન પ્રભાવથી પરમાત્માના જેવું આપણું અંદર રહેલા વિરાટ સ્વરૂપનું પ્રગટીકરણ થાય છે.
કસ્તાનિવારયતિ સંચરતે યથેષ્ટમ” આ પંક્તિ છેવટે ફળીભૂત થાય છે.
હવે તાત્વિક દ્રષ્ટિએ આ વસ્તુ વિચારીએ.
ત્રણ જગતના ઈશ એવા અરિહંત પ્રભુને જે આશ્રય કરે છે તેને પરમાત્માના આલંબને પિતાના આત્માના પૂર્ણ સ્વરૂપની સભાનતા થાય છે. પરમાત્માના જેવું જ પૂર્ણ સ્વરૂપ પોતાના અંદર રહેલ તેવી પ્રતીતિ થાય છે તેથી પૂર્ણ થવાનો પુરૂષાર્થ પ્રગટે છે. પિતાની પૂર્ણતા પ્રત્યક્ષ થાય છે, પિતાની પૂર્ણતા ઉપર શ્રદ્ધાપૂર્વકને પૂજ્યભાવ પ્રગટે છે. પૂર્ણતા હૃદયમાં સ્થિર થાય છે તેને મુક્તિમાં જતાં કોણ રોકી શકે ? અર્થાત્ આપનો આશ્રય એ જ મુક્તિને રાહ છે. પરમાત્માની અને ઉપલક્ષણથી પિતાના આત્માની પૂર્ણતાને લક્ષ્યમાં લાવવાની આ વાત જે સાધક આત્માને ફાવી ગઈ છે, તેના લક્ષ્યમાં પૂર્ણ પરમાત્મ તત્ત્વ નિરંતર હોય છે. પરમાત્માની સાથે એકાકારતા થાય તે કિયા અને તે જ ધ્યાન ચાલુ રહે છે અને તે જ કરવા લાયક લાગે છે. જેને આ શુદ્ધ નિર્ણય થાય છે તેને વ્યવહાર પ્રધાન બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org