________________
૨૮૦
ટૂંકમાં સંભેદ એટલે ચારે બાજુ “અહ” શબ્દથી આપણા આત્માને વીંટળાયેલો છે. અર્થાત્ પિતાના આત્માનો અહંની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરો.
અભેદ એટલે પિતાના આત્માનું અરિહંતરૂપે ધ્યાન કરવું.
નમસ્કારનું ઉપર મુજબ તાત્તિવક સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને બતાવ્યું છે. તેનું રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્મોને) મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મંગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
સભેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પદોનું આલંબન હેય છે અને મંત્રી પદેમાં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની હોય છે અથવા મંત્રપદે સાથે સાધકે તન્મયીભાવ સાધવાને હોય છે. अहमित्येतदक्षरं परमेश्वरस्य परमेष्ठिनो वाचकं सिद्धचकस्यादिबीज सकलागमोपनिषद्भूतं अशेषविघ्न विघातनिध्नं, अलिदृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम् ॥ १४१ ॥
“અમ’ એ પરમેશ્વર પરમેષ્ઠિનું વાચક છે, સિદ્ધચકનું આદિ બીજ છે, સકલ આગમનું રહસ્ય છે, સર્વ વિદનેનું વિનાશક છે અને દષ્ટ–અદષ્ટ સર્વ ફળને એકી સાથે પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org