________________
૨૫૩
પશવાની શક્તિ છે! આપણા મનમાં નિરંતર જગતના પદાર્થોનું ધ્યાન ચાલુ છે. તે ધ્યાનને જગતના પદાર્થોમાંથી છેડાવો પરમાત્મા તરફ વાળી લેવામાં આવે તે આપણું જીવન દિવ્ય બની જાય. સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ, વામનમાંથી વિરાટ બની શકીએ. આમાના શુદ્ધ ચિતન્ય સુધી પહોંચવાની આપણી યાત્રા. અદ્દભુત રીતે આગળ વધે.
આ ગ્રંથનું લક્ષ્યાંક એટલું જ છે કે આપણું મન, જગતના પદાર્થોના વિચારોમાંથી છૂટીને પરમાત્મામાં સ્થિર બને. આપણા મનના બે દેષ છે. એક ચંચળતા, બીજે મલિનતા. ચંચળતા એ એ દેષ છે કે મનગમતું આલંબન મળે છે ત્યારે મન સ્થિર થાય છે. દા. ત., ધન, સ્ત્રી આદિ જગતના પદાર્થોમાં આપણું મન સ્થિર થાય છે; પરંતુ તે આલંબન અશુદ્ધ હોવાથી આપણું મનની મલિનતા વધી જાય છે. માટે શુદ્ધ આલંબનના વિષે મનને બાંધવું જોઈએ. એવું “સિરિ સિરિવાલ કહાની પીઠિકામાં ગૌતમ ગણધર ભગવંત કહે છે. શુદ્ધ આલબનોમાં નવપદ સર્વશ્રેષ્ઠ આલંબન છે. નવપદના કેન્દ્ર સ્થાનમાં રહેલા અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ આલંબન છે. ટૂંકમાં આપણું ધ્યાનનો વિષય અત્યારે જગતના પદાર્થો છે. હવે ધ્યાનનો વિષય પરમાત્માને કેવી રીતે બનાવવા તે માટેના પ્રયોગોમાં હવે આપણે વધુ આગળ વધી પરમાત્માને આપણું જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org