________________
૨૭૬
છે. તેનું દર્શન સદ્દગુરૂની કૃપાથી થાય છે. અને આપણું અંદર આ મહાનિધાન આત્માની ક્ષાયિક લબ્ધિઓ રૂપે રહેલાં છે તેનું ભાન આપણને જ્યારે થાય છે, ત્યારે તે આત્માના દિવ્ય સ્વરૂપને અનુભવ અને પ્રાપ્તિની ઝંખના આપણને થાય છે. અને તે માટેને પુરૂષાર્થ પણ દેવ, ગુરૂની કૃપાથી શરૂ થાય છે. અને તે માટે પુરૂષાર્થમાં જ્યારે સાધક આગળ વધી પરમાત્માની સાથે અભેદ ધ્યાનની અવસ્થામાં આવે છે, ત્યારે “હૃદય નયન નિહાળે જગધણી.” ધ્યાન દ્વારા હૃદયમાં પરમાત્માનું અને પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન–અનુભવ થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન, અનુભવ કે સાક્ષાત્કાર એ જ આ વિશ્વ ઉપરનું અમૃત છે. બધી સાધના તેના માટે જ કરવાની છે. તે જ આપણું લક્ષબિન્દુ છે. તે માટેનો પુરૂષાર્થ તે જ મોક્ષમાર્ગને સાચો પુરૂષાર્થ છે. અને તેને મહિમા અપરંપાર છે. મોક્ષ પર્વતની સર્વ સંપદા અને સિદ્ધિઓનું પ્રાપ્તિસ્થાન પણ તે જ છે. ધ્યાનાભાસવર્ણાક્ષરેનું વિશિષ્ટ ધ્યાન નીચે પ્રમાણે ચકોમાં વર્ણાક્ષરોનું ધ્યાન કરવું.
સ્થાન મૂલાધાર ચક :–-વ, શ, ષ, સ
ગુદામૂલ સ્વાધિષ્ઠાન ચક્ર – બ, ભ, મ, ય, ૨, લ લીંગમૂલ મણિપૂર ચક્રઃ– ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ નાભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org