________________
૨૨૩
છે, એટલે આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પોતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને દયેય ત્રણે એક થઈ ગયાં. એટલે કે –
(૧) ધ્યાન કરનારે આત્મા તે દ્રવ્ય.
(૨) ધ્યાતાનો પિતાને અરિહંતાકાર બનેલે પર્યાય તે ધ્યેય. અને
(૩) ધ્યાન પણ આત્માના ગુણના સ્વરૂપનું જ છે.
આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – ત્રણેની એકતા એટલે સમાપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં જ પ્રભુએ કહ્યું કે –
ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ.” સિદ્ધપદનું ધ્યાન –
રૂપાતીત સ્વભાવ છે, કેવળ દંસણુ નાણું રે, તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધગુણ ખાણી રે.
વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શક્તિ ચુક્ત, નિરાકાર જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણા કરવી.
તે પછી આવા સિદ્ધભગવતનું ધ્યાન કરવું. ધ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org