________________
૨૪૮
રિથતિમાં કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ પ્રભુ મહાવીર પરમાત્માના દર્શન થાય છે. પ્રભુ સંસાર દાવાનળમાં દાઝી રહેલા જીવોને શીતળ જળનો છંટકાવ કરે છે. આપણું લક્ષ્ય પ્રભુ તરફ ખેંચાયું. સહારાના રણમાં પાણી મળે તેમ ભયંકર યાતનામાંથી આપણને ઉગારનાર કરૂણાના સાગર પ્રભુ મળ્યા. પ્રભુ અમૃતજળને છંટકાવ કરે છે. પ્રભુમાંથી કરૂણરસને ધેધ પડે છે. “સ્વયંભૂરમણસ્પર્ધા, કરૂણારસ વારિણ” કરૂણાના ધંધમાં આપણે સ્નાન કરીએ છીએ. આપણે સંસારને દાહજવર શાંત થાય છે. સંસારના મમત્વમાંથી છૂટીને પ્રભુનું મમત્વ સર્જન થયું. આજ સુધી આપણે સંસારની માયાજાળમાં એટલા આસક્ત હતા કે શીતળ જળરૂપી કરૂણરસ વરસાવનાર પ્રભુના કરૂણરસને ઝીલવા માટે હૃદય પણ ઊંધું રહ્યું. કરૂણાને ધોધમાર વરસાદ તે પડત હતે; પરંતુ આપણું હૃદયપાત્ર ઊંધું હતું તેથી ખાલી રહ્યું અને સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિને અંત ન આવ્યું.
આજે પરમાત્મા અરિહંત દેવની વરસતી કરૂણુને ઝીલવા માટે આપણું હૃદયપાત્ર સમ્મુખ બન્યું.
પ્રભુની કરૂણાથી આપણું હૃદય ભરાઈ ગયું........ હૃદયમાંથી ઉભરાઈને કરૂણ આપણું આખા શરીરમાં અને આત્મપ્રદેશમાં વ્યાપક બની ગઈ.
Deepo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org