________________
૨૩૭
(૧) કળશ આકૃતિથી સિદ્ધચક્રનુ ધ્યાન — પ્રયાગ ન. ૨૨
ચિત્રમાં આપેલ આકૃતિ મુજબ પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ-આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચેાથા વલયમાં આઠ રૂપાદુકા. તે પછીના વલયામાં જયાદિ આઠ દેવીએ, અઢાર અધિષ્ઠાયક દેવા, સાળ વિદ્યાદેવીએ, ચાવીસ યક્ષક્ષિણીએ ગોળાકારમાં લેવાં, તે પછી ચાર દિક્ષામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિક્પાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદો-અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી ચિદ્ધચક્રનું ધ્યાન કરવું.
અગર ઉપરના બધા પદોની ધારણા અનુકૂળ ન લાગે તે કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદ્મા રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનુ ધ્યાન કરવું.
(૨) કલ્પવૃક્ષની આકૃતિથી સિચક્રનું ધ્યાન :— પ્રયાગ ન, ૨૩
“જો ધૂરિ સિર અરિહંત, મૂલ દૃઢ પીઠ પડિફ્રેંચે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org