________________
વર્ષ સુધી અધ્યાત્મયેગી પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી મહારાજશ્રીના સાંનિધ્યમાં રહી સાધના સંબંધી જે અણમેલ રને પ્રાપ્ત કર્યા છે, તે રહસ્યને નિચેડ સાધના અને ધ્યાન દ્વારા અનુભવ કરી આ પુસ્તકમાં બતાવ્યા છે.
શ્રીપાલ અને મયણાની સાધનાના રહસ્યોને જીવનમાં ઉતારી આપણા જીવનને વામનમાંથી વિરાટ બનાવવાની, સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બનવાની, અને વ્યક્તિત્વના કેચલાને તેડી અમરતત્વના દ્વાર ખોલવાની કળાથી ભરપૂર આ પુસ્તક આપણું જીવનની અણુમેલ સંપત્તિરૂપ છે.
આ પુસ્તકમાં શ્રીપાલ અને મયણાની જીવનસિદ્ધિએના મૂળમાં કેવા પ્રકારની સાધના અને ધ્યાન રહેલાં છે –તે તત્ત્વ વૈજ્ઞાનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે. શ્રીપાલ અને મયણાના જીવનના દિવ્ય પ્રસંગેના આલંબને આપણે પણ અશાન્તિ, ભય, શેક, ચિંતા અને આત ધ્યાનની પીડાથી મુક્ત બનીને, આત્માના શુદ્ધ ચિતન્યને અનુભવ કરી શકીએ તેવી કળા અને અનુભવસિદ્ધ પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવી છે.
શ્રી નવપદજી અને સિદ્ધચક્રજી ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઊંડા સંશાધનરૂપ આ પુસ્તકમાં રજૂ થયેલ તાત્વિક વિચારણા સમજુ મુમુક્ષુ વર્ગને અરિહંત પરમાત્મા, નવપદે, સિદ્ધચક અને નમસ્કાર મંત્ર પ્રત્યે ભક્તિ અને આરાધક ભાવ જગાડવા માટે પ્રેરણારૂપ બનશે. પુસ્તકના પાને પાને પરમાત્મા ભક્તિની રસગગા વહી રહી છે, જે વિવેકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org