________________
૨૨૮
સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા, પરમાત્મા પરમાનંદનો ભંગ કેવી રીતે કરે છે તે બતાવે છે. અનંત ભગગુણ પરમાત્મામાં પૂર્ણપણે પ્રગટ થયેલો છે; તે પરમાત્મા શાને ભેગા કરે છે? આત્માના ગુણોને (નિજ ગુણને) ભેગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણે એકબીજાને સહકારી હેય. છે. નિજ ગુણના ભાગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણને ભેગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતા પૂર્વક, અનંત આસ્વાદપૂર્વક, અનંત ગુણેના, અનંત ભેગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઈને આપણને આપણું અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે.
શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપને અનુભવ અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગદર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે –
ત્યાગીને સવિ પ૨પરિણતી રસ રીઝ જે, જાગી છે નિજ આત્મ અનુભવ ઈષ્ટતા જે. (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org