________________
૨૦૬
છે, આપણું આખી ચેતના પુદ્ગલ અનુયાયી બની ગઈ છે. તે ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવા માટે જેનું સંપૂર્ણ શુદ્ધ પરમાનંદ સ્વરૂપે પ્રગટ થયું છે, તેવા પરમાત્માનું આલંબન લેવું પડે છે. પરમાત્મસ્વરૂપને અવલખેલું આપણું ચિંતન્ય, પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણું ચેતના, પરમાત્મગુણ રસિક બનેલી આપણી ચેતના, છેવટે આત્મસ્વરૂપ અનુયાયી બની શકે છે. તેથી પરમાત્મા મોક્ષ પ્રાપ્તિના પુષ્ટ નિમિત્ત છે. તે જ એક આધાર, પ્રાણ, ત્રાણ, શરણ છે. તે જ એક દશન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણ કરવા લાયક છે - તે ભાવ પ્રગટ થતાં અનાદિથી પુગલ અનુયાયી બનેલું ચૈતન્ય, પરમાત્મા તરફ આદર, બહુમાન, રુચિવાળું બને છે. પરમાત્માના ગુણોમાં રુચિ થતાં, રુચિ અનુયાયી વીર્ય તે નિયમ મુજબ આત્માની બધી શક્તિઓ પરમાત્માની નિકટ દિશામાં કાર્યશીલ બને છે. દશન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તે કીજે રે બારમા જિનતણ.
( શ્રી દેવચંદ્રજી કૃત) પશમ ભાવે અંશતઃ ખુલ્લાં થયેલાં આપણાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય જે પરપુગલ અનુયાયી હતાં, તે પરમાત્મ અનુયાયી બને છે અને પરમાત્મામાં તન્મયતા, તક્ષતા, એકતા ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org