________________
૨૦૭
શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મસ્વભાવ.”
પરમાત્મ તત્વ સાથે એકત્વ સાધતાં પોતાના આત્મામાં રહેલા પરમાનંદમાં પ્રવેશ થાય છે, અને તેમાં સ્થિરતા થતાં, આત્મસ્વરૂપને અનુભવ થાય છે. તે અનુભવ જ વિશ્વ ઉપરનું પરમ અમૃત છે. આવા પરમામૃતનું પાન કરવું તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. તે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ચારિત્રપદની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાપૂર્વક “ ૩૪ હી નમે ચારિત્તરસ” પદનો જાપ કરો – આ રીતે ચારિત્રપદની આરાધના કરવી. સમ્યગદર્શન પદમાં બતાવેલ પરમાત્મ ધ્યાન અને મિત્રીભાવનાનું ધ્યાન વિકસિત થતાં છેવટે ચારિત્રમાં પરિણામ પામે છે. તે વખતે સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રને પરમાનંદ અનુભવાય છે. આવું ચારિત્ર આપણને પણ પ્રાપ્ત થાય તેવા લક્ષ્યપૂર્વક ચારિત્રપદનું આરાધન કરવું. સમ્યગ્રત૫ પદ :–
છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારને તપ છે; જેનું ફળ મિક્ષ પદ છે. ઈન્દ્ર અને ચકવતીની સંપત્તિ એ જેનું ફૂલ છે. સમતારૂપ અમૂલ્ય જેને રસ (મકરંદ) છે, તે તપને જ્ઞાની પુરુષ કલ્પવૃક્ષ સરીખું કહે છે. કહ્યું છે કેફળ શિવસુખ મહેસું, સુર નરવર સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદુ, સમ મકરંદ અમૂલ રે.
ભવિકા સિદ્ધચક પદ વંદે. વંદીને આનંદે રે ભવિકા, નાવે ભવભવ ફેદ રે ભવિકા; ટાળે દુરિતહ દંદ રે ભવિકા, સેવે ચોસઠ ઈન્દ રે ભવિકા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org