________________
૨૮
પૂ. જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે – આ સિદ્ધચક્રના પ્રભાવે સર્વ દુઃખ અને કર્મને ક્ષય થઈ પરમ આનંદમય આત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાયે,
સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે.
આ નવપદના ધ્યાનને આપણે નિરંતર ધ્યાઈએ; જેનાથી પરમાનંદમય આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે તેની પ્રાપ્તિ થાય છે. એમ નવપદ યુતે તિહાં લીનો, હુએ તન્મય શ્રીપાલ.
શ્રીપાલ અને મયણાએ નવપદનું ધ્યાન કર્યું હતું. આપણે પણ આપણી ભૂમિકા મુજબ નવપદની સર્વ પ્રકારે આરાધનાપૂર્વક ધ્યાન કરીએ.
નવપદની આરાધનાનું મૂળ આત્મભાવ છે. નવપદમાં આત્મા છે અને આત્મામાં નવપદ છે. આ વસ્તુને આપણે વિશેષ રૂપે સમજીએ. નવપદની સાધના દ્વારા વિકાસકમની ભૂમિકાઓ :
Observation of Absoluteness નવપદમાં આપણુ આમાના પૂર્ણ સ્વરૂપનું દર્શન:
જ્યારે આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ, ત્યારે અનંતકાળથી (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત ભામાં) વિસરાઈ ગયેલું આપણું પિતાનું આત્મવ્યા. પ્ર. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org