________________
૨૧૧
"
માટે ‘નમા સિદ્ધાણુ” તે સવ ચૈયાનું મૂળ – ધ્યેય બિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેના નિણ્ય નમ સિદ્ધાણું'ના ધ્યાન દ્વારા થાય છે.
અત્યારે તા માત્ર આપણુ' ધ્યેય એટલું જ છે કે મારી પાસે ૧૦ લાખ અને પાડાશી પાસે ૨૦ લાખ છે, તે મારે ૨૦ લાખ ભેગા કરવા. આપણે ૨૦ લાખ ભેગા કરવા જઈએ છીએ, ત્યાં તે પાડોશી પાસે ૪૦ લાખ થઈ જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ ભેગા કરવા જઇએ છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તે પાડાશી પાસે ક્રોડ થઈ જાય છે. એટલે આપણે પણ ક્રોડ ભેગા કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આયુષ્ય પૂરુ થઈ જાય છે, અગર તે પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે અસે-ચારસા માણસના સર્કલમાં – જેમાં આપણે વસીએ છીએ તેમાં ‘અમે કાંઈ જેવા તેવા નથી’ એવુ સાબિત કરવા પાછળ દોડીએ છીએ. ‘ બીજા કરતાં અમે પણ ચઢિચાતા છીએ' તેવુ* સાખિત કરવા માનવજીવનનેા માટા ભાગના સમય ખર્ચાય છે.
આ કાંઈ માનવજીવનનું ધ્યેય નથી. પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ જાણે છે અને તેવું જ સ્વરૂપ પાતાની અંદર રહેલુ છે અને તે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તેવું જ્ઞાન તેને અરિહંત – સિદ્ધ ભગવંતાનાં દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણુ રૂપ નમસ્કારભાવથી થાય છે, ત્યારે મનુષ્ય પેાતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવું તેવુ' ધ્યેય-લક્ષ્ય
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org